પ્રેમ મેં પણ કર્યો હતો તને હા તે મને
મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા
હા જીવવું તારે પણ હતું હારે હા હતું મારે
હું એકલો રહ્યો ને તમે છોડી રે ગયા
હા વિચાર્યું ના તે મારુ તોય હૂતો જીવ બાળુ
જીવ્યા જેટલું હારે એમાં મન વાળી લઉ મારુ
પ્રેમ મેં પણ કર્યો હતો તને હા તે મને
મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા
હા મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા
હો જેના છો એના થઇ રહેજો વફાદાર રે
કરશે ના કોઈ તને મારા જેવા વાલ રે
હા વાઢો તો લોહી ના નીકળે એવા મારા હાલ રે
અમને છોડી ને શું તમે થયા ન્યાલ રે
હા ભૂલી ગયી તું મુજને થયું એકલા જીવવાનું
કેમ કર્યું તે આવું કેને કારણ છોડવાનું
હા વાલો હું પણ હતો તને હા તું મને
હું રડતો રહ્યો ને તમે છોડી રે ગયા
હું રડતો રહ્યો ને તમે છોડી રે ગયા
હો તને હું નહિ ભૂલું જીવું છું ત્યાં સુધી
કદી ના જશે મારા દિલ માંથી તારી છબી
હા સમય બતાવશે હું કેટલો હતો ખાસ રે
રડીશ મથીશ તોય ના પડશે તને ચેન રે
હા ઘર કર્યું તે પરબારું હું જોઈ જીવ બાળુ
જીવ્યા જેટલું હારે એમાં મન વાળી લઉ મારુ
હા પ્રેમ મેં પણ કર્યો હતો તને હા તે મને
મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા
હા મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા