Afsos Thayo Ek Vat No Lyrics in Gujarati
| અફસોસ થયો એક વાતનો લિરિક્સ ગુજરાતી |
હો ધડકતા હૈયા રાખે રોમ તમારા
ધડકતા હૈયા રાખે રોમ તમારા
અફસોસ એક વાત નો ના થયા અમારા
હો અરે અશિકો મળી ગયા તમને તમારા
જીવ થી હતા વાલા આજે નથી અમારા
હો મોઢે મેઠા ને મન મેલા તમારા
ભોળા હાવ અમે વાંક નથી રે અમારા
હો કસમો ખાધી તમે આપ્યા મોટા દિલાસા
હો કસમો ખાધી તમે આપ્યા મોટા દિલાસા
એતબાર થયો દિલ થી ના કર્યા ખુલાસા
હો ધડકતા હૈયા રાખે રોમ તમારા
અફસોસ એક વાત નો ના થયા અમારા
અફસોસ એક વાત નો ના થયા અમારા
હો દિલ બેચેન છે તારી રે યાદ માં
રડે છે રોજ પ્રેમ છૂટ્યો અધવચમાં
હો આંખો ના આંસુ તુ નઈ સમજે
પૂરું થાય મારું ત્યારે રોવા આવજે
હો વરસે વરસાદ જોણે અધૂરા પ્રેમ નો
શું કરું જોઈ અક્ષર લખ્યો એના નોમ નો
હો આંશુ આવે આંખે રોજ લાગે ચોમાસુ
હો આંશુ આવે આંખે રોજ લાગે ચોમાસુ
ભાર દિલનો થશે ઓછો જ્યારે હોમાં મળીશું
હો ધડકતા હૈયા રાખે રોમ તમારા
અફસોસ એક વાત નો ના થયા અમારા
અફસોસ એક વાત નો ના થયા અમારા
હો પારકાની થાપણ થઈ તું ફરે છે
પોતાના પ્રેમ ને દૂર તું કરે છે
હો માંગી દુઆ માં તને નતી નસીબમાં
શું લેવા આવી તું મારી જિંદગી માં
હો મારો આ લેખ હવે પૂરો થઈ જાસે
તમે આવશો ને મારા રોમ રમી જાસે
હો પ્રેમનીચિતા સળગે મુખ ભાળજો અમારું
હો પ્રેમનીચિતા સળગે મુખ ભાળજો અમારું
જોજો ભૂલ થી એ પણ આંશુ ના પડે તમારું
હો ધડકતા હૈયા રાખે રોમ તમારા
અફસોસ એક વાત નો ના થયા અમારા
અફસોસ એક વાત નો ના થયા અમારા
અફસોસ એક વાત નો ના થયા અમારા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી